Home> Gujarat
Advertisement
Prev
Next

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર, સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર, નુકસાનની ભીતિ

ચીનના વુહાનથી દુનિયા ભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હોંગકોંગમાં 3જી માર્ચ સુધી વેકેશન જાહેર છે. વુહાન બાદ હોંગકોંગમાં પણ કોરોનાની અસર છે.

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર, સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર, નુકસાનની ભીતિ

તેજશ મોદી, સુરત : ચીનના વુહાનમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મોત થયા છે, ત્યાં જ અનેક લોકો તેની અસર હેઠળ હાલ સારવાર લઈ રહ્યા છે જે રીતે આ વાયરસ ફેલાઈ રહ્યો છે, તેને લઈને ડબલ્યુએચઓ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે ચીન બાદ હવે હોંગકોંગમાં પણ કોરોના વાઇરસની અસર દેખતા એક મહિનાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, મહત્વનું છે કે હોંગકોંગમાં મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ગુજરાતીઓ અને ભારતીયો રહે છે. 

હોંગકોંગ સરકાર દ્વારા ૩જી માર્ચ સુધી વેકેશન જાહેર કરવામાં આવતા શિક્ષણ સંસ્થાઓ થી માંડીને તમામ ઉદ્યોગો એક મહિના માટે બંધ રહેશે જેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પણ થવાની છે સુરત ને તેની સૌથી વધુ અસર થશે કારણકે હોંગકોંગ અને સુરત વચ્ચે રફ અને પોલીશ્ડ હીરાની આયાત અને નિર્યાત મોટા પ્રમાણમાં થાય છે હોંગકોંગથી આવેલા રફ હીરા સુરતમાં પોલીશ્ડ થઈને પરત હોંગકોંગ જાય છે. આ ઉપરાંત પોલીશ્ડ ડાયમંડ માંથી બનેલી જ્વેલરી હોંગકોંગ એક્સપોર્ટ થાય છે આમ ૩૭ ટકા ડાયમંડ અને તેમાંથી બનેલી જ્વેલરી એક્સપોર્ટ થતી હોવાને કારણે સુરતને હોંગકોંગ બંધ રહેવાના કારણે નુકસાન થવાની પૂરી શક્યતા છે બીજી તરફ એક મહિનાનું વેકેશન હોવાના કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ગુજરાતીઓ ભારત પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. 

બીજી તરફ માર્ચ મહિનામાં આયોજિત ઇન્ટરનેશનલ જ્વેલરી એક્ઝીબીશન પણ સ્થગિત થાય તેવી શક્યતા છે જીજેઇપીસી ના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા નું કહેવું છે કે પહેલા હોંગકોંગમાં સ્થાનિક લોકોના આંદોલન ને કારણે હીરા ઉદ્યોગને મોટું નુકસાન થયું હતું આ સ્થિતિ હાલ શાંત થઈ છે ત્યારે કોરોના વાઇરસને કારણે ફરી એક વખત હીરા ઉદ્યોગને નુકસાન જાય તેવી સંપૂર્ણ શક્યતા છે જેની અસર આવનારા દિવસોમાં ઉદ્યોગને જોવા મળશે.

જુઓ LIVE TV

ખાસ જણાવવાનું કે વુહાન જ એ જગ્યા છે જ્યાંથી કોરોના વાઈરસ ફેલાયો અને તેણે અત્યાર સુધી 304થી વધુ લોકોના જીવ લીધા છે. 10,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને વાઈરસ 17 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More